મંદિર તારું વિશ્વ રૂપાળું ।
સુંદર સર્જનહારા રે ।।
પલ પલ તારા દર્શન થાયે  ।
દેખે દેખનહારા રે ।।
નહિ પુજારી નહિ કોઈ દેવા  ।
નહિ મંદિર ને તાળા રે ।।
મંદિર માં તું ક્યાં છુપાયો ।
શોડે બાળ અધીરા રે ।



Comments